આ વર્ષે 28 માર્ચમાં અપોલો માઈક્રોસિસ્ટમ લિમિટેડના શેર ₹25ના લેવલ પર હતા જ્યાંથી અત્યાર સુધીમાં રોકાણકારોની મૂડીમાં 150 ટકાની વૃદ્ધિ થઈ ગઈ છે. જો વાત છેલ્લા 1 વર્ષની કરીએ તો અપોલો માઈક્રોસિસ્ટમ લિમિટેડના શેર ₹14ની નીચી સપાટીથી ₹58 સુધીની સફર કરી હતી અને રોકાણકારોને 313 ટકા રિટર્ન આપ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં અપોલો માઈક્રોસિસ્ટમ લિમિટેડના શેરે રોકાણકારોને 281 ટકા રિટર્ન આપ્યું છે.
અગાઉના વર્ષના સમાનગાળાની તુલનામાં અપોલો માઈક્રોસિસ્ટમ લિમિટેડનો નફો 10 ટકા વધ્યો છે. Apollo Micro Systemsની કાર્યકારી આવકની વાત કરીએ તો પ્રથમ ક્વાર્ટરનાં 57.6 કરોડ રૂપિયા થઈ હતી જે, એક વર્ષ અગાઉના સમાનગાળામાં 56.2 કરોડ હતી.
અપોલો માઈક્રોસિસ્ટમ લિમિટેડ હૈદરાબાદની એક કંપની છે જે હાઈ પરફોર્મન્સ mission-critical સલ્યૂશનની ડિઝાઈન, ડેવલપમેન્ટ અને વેચાણ સામેલ છે.