Please enable javascript. MIC Electronics: સેન્ટ્રલ રેલવે પાસેથી ચાર કરોડનો ઓર્ડર, આ કંપનીના શેર આપને બનાવી દેશે અમીર! - mic-electronics-limited-has-received-letter-of-acceptance-from-nagpur-division-of-central-railway-zone | The Economic Times Gujarati

MIC Electronics: સેન્ટ્રલ રેલવે પાસેથી ચાર કરોડનો ઓર્ડર, આ કંપનીના શેર આપને બનાવી દેશે અમીર!

Produced by Devkrishna Oza | ET Online | Updated: 14 Aug 2023, 8:29 am

MIC Electronics share price: એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સના શેરે રોકાણકારોને છેલ્લા 6 મહીનામાં 111 ટકા, છેલ્લા બે વર્ષમાં 1911 ટકા અને છેલ્લા 3 વર્ષમાં 3348 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપીને માલામાલ કરી દીધા છે.

 
mic-102706365
નવી દિલ્હી: ગત શુક્રવારે 11 ઓગસ્ટે એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સના શેર 26.90 રૂપિયાના લેવલે ટ્રેડ થઈ રહ્યા હતા. મામૂલી તેજી બાદ એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સના શેરનું વોલ્યૂમ વધ્યું હતું. 596 કરોડનું માર્કેટકેપ ધરાવતી એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેરની 52 સપ્તાહની ટોચ 30.75 જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી 10.75 રૂપિયા છે.
Salasar Techno: ત્રણ વર્ષમાં એકના બન્યા 14 લાખ, નફામાં 50% વૃદ્ધિ બાદ આપને કરોડપતિ બનાવી દેશે આ શેર!

એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે કહ્યું હતું કે, તેને ઈન્ડિયન રેલવેની સેન્ટ્રલ રેલવે ઝોન નાગપુર ડિવીઝનથી સિગનલિંગ અને ટેલીકોમ વર્કનો 4.035 કરોડ રૂપિયાનો એક ઓર્ડર મળ્યો છે. નરેન્દ્ર મોદી સરકારની અમૃત ભારત સ્ટેશન સ્કીમ અંતર્ગત એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સને આ કામ ઈતવારી, કૈંપટી, ભંડારા અને તુમસર રોડ સ્ટેશન પર કરવાનું છે.

એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સ શેરે રોકાણકારોને છેલ્લા 6 મહીનામાં 111 ટકા, છેલ્લા બે વર્ષમાં 1911 ટકા અને છેલ્લા 3 વર્ષમાં 3348 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપીને માલામાલ કરી દીધા છે.

જો આપણે વાત 8 જૂનની કરીએ તો એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સના શેર ₹18ના લેવલ પર હતા જ્યાંથી અત્યાર સુધીમાં રોકાણકારોને 50 ટકા રિટર્ન મળી ચૂક્યું છે.

આ વર્ષે 23 ફેબ્રુઆરીના એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સના શેર 11.55 રૂપિયાના લેવલ પર હતા જ્યાંથી રોકાણકારોની મૂડી 150 ટકા વધી ચૂકી છે.

એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સ એલઈડી વીડિયો ડિસ્પ્લે, હાઈ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલીકોમ ઈક્વિપમેન્ટના મામલામાં દુનિયાની અગ્રણી કંપનીઓમાંથી એક છે. વર્ષ 1988થી એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સ અહીં કામ કાજ કરી રહી છે.

RMC Switchgears: દોઢ વર્ષમાં એકના બન્યા 31 લાખ, સ્વિચગિયર કંપનીના શેર પકડશે વંદે ભારતની સ્પીડ!

તેને એલઈડી ડિસ્પ્લેની ડિઝાઈન અને ડેવલપમેન્ટ સાથે મેન્યુફેક્ચરિંગનો પણ અનુભવ છે.MIC Electronicsના પ્રોડક્ટમાં એલઈડી ડિસ્પ્લે સામેલ છે જે સ્પોર્ટ્સ સ્ટેડિયમ, ટ્રાન્સપોર્ટેશન, ડિજિટલ થિયેટર અને થીમ પાર્ક, એડવર્ટાઈઝમેન્ટ અને પબ્લિક ઈન્ફર્મેશન ડિસ્પ્લે માટે જરૂરી ચીજ બની ગઈ છે.

એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સના ક્લાયન્ટની યાદીમાં લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, ભારતીય રેલ, ભારતીય રિઝર્વ બેન્ક, એચપી, એસબીઆઈ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા ટેલીસર્વિસિસ, હૈદરાબાદ રેસકોર્સ, કોલ ઈન્ડિયા લિમિટેડ, ગુજરાત સાયંસ સિટી વગેરે સામેલ છે.
છેલ્લા 3 વર્ષમાં એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સે તેના રોકાણકારોને 160 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહીનામાં એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સના શેરમાં 70 ટકાથી વધુની તેજી આવી છે.
જો આપ પણ શેરબજારમાં રોકાણ કરવા માગતા હોય તો આપે એમઆઈસી ઈલેક્ટ્રોનિક્સના શેર પર નજર રાખવાની જરૂર છે.


Devkrishna Oza લેખક વિશે
Devkrishna Oza
Devkrishna Oza Digital Content Producer
ઈકોનોમિક ટાઈમ્સમાં ડિજિટલ કંટેન્ટ પ્રોડ્યૂસર. ગુજરાત સમાચારથી કરિયરની શરૂઆત કરનાર દેવક્રિષ્નનો પ્રિંટ અને ડિજિટલ જર્નાલિઝમમાં કુલ 28 વર્ષનો અનુભવ છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર દેવક્રિષ્ન ઈકોનોમિક ટાઈમ્સ ગુજરાતી, બિઝનેસ સ્ટાન્ડર્ડ, ગુજરાત સમાચારમાં કામ કરી ચૂક્યા છે. છેલ્લા 13 વર્ષથી બિઝનેસ જર્નાલિઝમમાં કાર્યરત દેવક્રિષ્નને રિડીંગ તેમજ ફિલ્મો જોવાનો શોખ છે.Read More

Trending Business News